હે હરિ..!
હે હરિ..!
વાત મારી સાંભળીને આવજે,
હાથ મારા તું પછી છલકાવજે,
ના મળે દાતા કદી તારા સમો,
ભક્તને તું પામવામાં ફાવજે,
આરઝૂ અંતર તણી છે હે પ્રભો,
નાથ તારી તું દયાને લાવજે,
ઝંખતો હું તુજને ભવભવ થકી,
આશ દરશનની વળી મીટાવજે,
ધન્ય છું કે નીરખું તુજ હાજરી,
હેત હૈયે આવતાં તું ભેંટજે,
થાય પૂરી ચાહ મારી દેખતાં,
યાદ જૂની આપણી મમળાવજે,
આંખ પણ હો ઊભરાતી હર્ષથી,
કર પસારી ઉર અગનને ઠારજે.
