STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

હે હરિ..!

હે હરિ..!

1 min
11.3K

પ્રેમ પાથરનાર હે હરિ તું હશે.

જીવનો આધાર હે હરિ તું હશે.


ખળભળે અંતર વિયોગે ઝંખતું,

સર્વ મંગલસાર હે હરિ તું હશે.


ના મળે તારા સમો જે હો કદી,

હોય તારણહાર હે હરિ તું હશે.


જાય વીતી જિંદગી તારા વિના,

દિલ મહીં વસનાર હે હરિ તું હશે.


ભાવ લાવી ઉર નયનથી વરસતું,

કારુણ્ય અવતાર હે હરિ તું હશે.


પાતકી કે હોય જે તારા વિમુખ,

પામતો સ્વીકાર હે હરિ તું હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational