STORYMIRROR

Rohini " Raahi " Parmar

Romance

3  

Rohini " Raahi " Parmar

Romance

હૈયે સદા

હૈયે સદા

1 min
235

શબ્દોને તોડું મરોડું છતાં નામ તારું જ હૈયે સદા,

કનૈયા..! કેમ કરી ભૂલું તને, રાખું મુજ હૈયે સદા.


એક તારી ધૂનમાં ભૂલી બેઠી હું ભાન,

ના કશી ચિંતા મને, છો ને આવે વિપદા.


નથી જોઈતી કોઈ ધનદોલત મને અહીં,

પરિવાર તણી તારી સોગાત જ ખરી સંપદા.


નથી જોઈ કોઈ સરહદ તારા પ્રેમની,

તુજ પ્રીત સામે કરી રહી હું સજદા.


મક્કમ બની હું પથ્થરો કાપી ઝરણું બનું,

દુઃખોને કહી દીધું છે ભલે થજો સાબદા.


મઝધાર ભલે ને હો, 'રાહી' તોફાનોથી કેમ ડરે..?

કિનારો મળી જશે ને તોફાન ભાંગી પડશે બધા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance