STORYMIRROR

Harshida Dipak

Inspirational Classics

3  

Harshida Dipak

Inspirational Classics

હાલને હરિ .....

હાલને હરિ .....

1 min
13.8K


હાલને હરિ .....

હાલ ને હરિ વરતાને હળવેથી માંડીએ...

દિવસ ને રાત બધા વસમાં ગયા છે 

એને  હાથોમાં  ઝાલી ન રાખીયે. 

રૂંવે રૂંવેથી રૂડાં ગીતો ઉઘડે ને હાલ  

વાંસળીની જેમ એ વગાડીએ.

હાથમાંથી આજ ભલે સરકે છે

શાન - ભાન પાંપણને ધીમે ઉપાડીયે...

હાલને હરિ .....

આવ્યા'તા પડખે ને અડ્યા'તા એકવાર 

તોય  લાગે છે દૂર દૂર દેરું 

દરિયામાં જઈને મેં જાતને ઝબોળી 

તો લાગ્યું કે ભવભવના ભેરું

નોખા છે પિંડ તોયે શ્વાસો છે સરખા,

હાલ આખીયે જાતને ઉજાળીયે...

હાલને હરિ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational