ગુરુ
ગુરુ


અંતરચક્ષુને ઉઘાડનાર છે ગુરુ.
કુટેવો સહજ ટાળનાર છે ગુરુ.
માયાનું આવરણ હોય પ્રબળ,
એને આંખથી હરનાર છે ગુરુ.
પરમ લક્ષ્ય હોય ઈશપ્રાપ્તિનું,
ત્યાં સુધી પહોંચાડનાર છે ગુરુ.
ટાળી અંધકાર તેજ અર્પે જે,
ખુદ ઈશની હારોહાર છે ગુરુ.
મોહમાયાના પાશથી છોડાવે,
પ્રભુ સંમુખ લૈ જનાર છે ગુરુ.