STORYMIRROR

Kaushal Suthar

Romance

3  

Kaushal Suthar

Romance

ગોટાળા ના કર

ગોટાળા ના કર

1 min
27.2K


જાણી જોઈ તું પાળા ના કર,

બે દિલની વચ્ચે ગાળા ના કર.

મૌન ઘણાં દિવસે તૂટ્યું એનું

એના મોં ને તાળાં ના કર.

ભેદ બધો તારો જાણી જાશે,

એની આગળ તું ચાળા ના કર.

મેં કીધું ને ‘હું’ ને ‘તું’ એક જ

બાકી ખોટા સરવાળા ના કર.

કેસ પ્રણયનો જીતી જાશું, પણ

'કૌશલ' તું કૈં ગોટાળા ના કર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance