વરસાદ...!
વરસાદ...!

1 min

14K
વાતાવરણ વટલાય છે વરસાદમાં,
બીજું કહો શું થાય છે વરસાદમાં?
મેં સ્વપ્નનાં ફોટા નજરમાં સાચવ્યાં,
પણ એ હવે ધોવાય છે વરસાદમાં!
નભ ને ધરાએ પ્રેમપત્રો જે લખ્યાં,
એની કથા વંચાય છે વરસાદમાં!
જે વેશ પલટી નીકળે છે યાદમાં,
એ આંસુ ક્યાં સમજાય છે વરસાદમાં!
વીતે છે રાત્રી જેમને જોઈને, ક્યાં-
એ ચાંદની દેખાય છે વરસાદમાં !
'કૌશલ' તમે ભીનાશની વાતો લખો,
ને ત્યાં ગઝલ ભીંજાય છે વરસાદમાં !