Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rashmi Sampat

Abstract

3  

Rashmi Sampat

Abstract

ગોપી

ગોપી

1 min
175


વ્રજની ગોપી ટોળે મળીને

નંદભુવનમાં આવી રે,


 માતા જશોદાજી તમારા કુંવરને 

 રમાડવાને આપો રે,


વિયોગની પીડા ઘણી ભોગવી

 સંયોગનું સુખ આપો રે,


કોઈ ગોપી રમકડાં લાવી

 કોઈ મહીં માખણના માટ રે,


પારણિયામાં પોઢ્યો કુંવર કનૈયો

 જાગોને જગનાધાર રે,


 મંગલ ગીતો ગાયા

 મંગલ મંગલ થયું પ્રભાત રે,


કલેઉ કરાવે વ્રજની ગોપી

 આનંદ આનંદ છાયો રે,


સોના કટોરે ઉબટન લાવી

 સ્નાન કરાવવા કાજ રે,


 યમુના જળની જારી ભરી લાવી

 નાવણ કરાવવા કાજ રે,


નાવણ કરાવીને શૃંગાર સજાવે

 ભેગી મળીને નાર રે,


 માખણિયાની લાલચ આપી

 ઠુમ્મક ઠુમ્મક નચાવે રે,


 માખણિયાનો ભોગી વા'લો

 કહ્યું ગોપીનું માને રે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract