STORYMIRROR

Nisha Shah

Classics

3  

Nisha Shah

Classics

ગીત મને સામેથી મળવા આતુર

ગીત મને સામેથી મળવા આતુર

1 min
25.3K


જ્યારથી બનાવ્યું આ ગીત,

ગીત મને સામેથી મળવા આતુર.


ગીતને થઈ ચિંતા કોણ એનો તાત!

નામ ઓળખાણ ન મળે તો એ અનાથ!


માનો ન માનો પણ ગીતછે મારું ગુલાબી,

રૂપનો અંબાર જાણે છીપલામાંનું મોતી!


સૂણો ન સૂણો પણ ગીત છે મારું સુરીલું;

થોડું થોડું મોજીલું થોડું થોડું રસીલું !


ગીત મારું રમુજી ને વળી રહસ્યમય,

ગીત છે સુંદર નટખટ ને મસ્તીમય.


રાગ એનો ધીર ગંભીર જાણે શાંત સાગર,

અર્થ એનો ગીતાનો સાર ચાહકો અપાર.


ગીત મારું રૂમઝુમ કરતું ઘરે ઘરે ગુંજતું,

શોધે છે ગીતકારને, ગીત મને સામેથી મળવા આતુર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics