Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Inspirational

4  

Kaushik Dave

Inspirational

ઘરની બેઠક

ઘરની બેઠક

1 min
332


સવારે સૌ સાથે બેસે

એકબીજા સાથે વાતો થાય


આરતી દીવાબત્તી કરે

ઈશ્વરની પૂજા થાય


સૌને ગમે એવી રસોઈ

સૌ સાથે સાથે બેસી જમે


કુટુંબની સુખદુઃખની વાતો

દિવસમાં એક વખત પણ થાય


ઘરની બેઠક કરે વડીલ

એક બીજાની તકલીફ પૂછે


સૌ સારાવાના સમજી

એકબીજાને સમજતા જાય


ઘરની બેઠકમાં થાય ચર્ચા

સામાજિક વ્યવહાર વિશે


દરેક પ્રસંગે કુટુંબની વ્યક્તિ

ખભે ખભા મિલાવીને કામ કરે


ના ઉકલે કદાચ પ્રશ્નો

સોલ્યુશન માટે વિશેષ વાત થાય


સમજાવટથી મામલો થાળે

મનદુઃખ પણ ઘણા ઘટે


જે કુટુંબમાં વ્યક્તિઓ

ઘરની બેઠક કરતા નથી


ઘરના પ્રશ્નો ગૂંચવાતા જતા

સમજશક્તિ ઘટતી જાય


કુટુંબ ક્લેશને અવકાશ મળે

કુટુંબનું વિઘટન થાય


મનમરજી થઈ જીવતા લોકો

વડીલને ના ગણકારતા જાય


પડે ભેદ કુટુંબમાં તો

કુટુંબ વ્યવસ્થા તૂટતી જાય


એટલા માટે થાય ઘરની બેઠક

ઘરમાં સૌ હળીમળીને રહેતા થાય 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational