STORYMIRROR

Natasha Raval

Tragedy

4  

Natasha Raval

Tragedy

ઘોંઘાટ

ઘોંઘાટ

1 min
169

આ નીરવ નિશામાં નિઃશબ્દ ઘોંઘાટ કેટલો,

હસતા ને શાંત ચહેરાની પાછળ મનના વલોપાતનો,


આખો દિવસ વ્યસ્તતામાં પસાર કરીને, ચંદ્ર રાજ્ય તળે ચિક્કાર એકલતાનો,

એકાંતમાં, હજારો દબાયેલી લાગણીઓનાં ઊભરાનો,

 

કેટલાય લોકોને દિવસભર 'મજામાં' કહ્યા પછી, સાંજ પડે ખુદને ખુદના હાલ પૂછવાનો,

જમાના સમક્ષ હાસ્ય સહ હાજરી આપ્યા બાદ અરીસામાં દેખાતી ઉદાસીનો,


દિવસભર માનવમેળા વચ્ચે રહ્યા, પણ આથમણે 'સ્વ'જનોની શોધનો,

હજારો અધૂરી ઈચ્છાઓ, મનશાઓ, સવાલોના જવાબ શોધવાનો,


વ્યાવસાયિક કે સામાજીક કાર્યોની સતત ચાલતી પરીક્ષા, સાબિતીઓ, સ્પર્ધાથી થાકેલા 'જીવ'ની છિન્ન ભિન્ન થયેલી લાગણીઓનો,

નિઃશબ્દ પણ આત્મા તણા કર્ણને, અત્યંત તીવ્રતાથી ચીરતો,

ઘોંઘાટ !

કેટલો ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy