ગામડું શહેરમાં લાવવું
ગામડું શહેરમાં લાવવું
1 min
164
ગામડાનું શહેરીકરણ સારી વાત છે પણ
હું તો ગામડું ખોવાઇ ન જાય એવું કરવા માંગુ
ઇટ કપચીની દિવાલોમા ગૂંગળાવા કરતા
ગારાની ભીંતોમા શ્વાસ લેવા માંગુ
નથી દોડાવવી મોટી કાર ડામરના રસ્તાઓ પર
માટીની ઉબડખાબડ કેડીઓ પર ગાડાની સવારી કરવા માંગુ
ફાઇવ સ્ટાર હોટેલમાં લંચ અને ડીનર નહી
કોઇ ઘટાદાર વૃક્ષના છાંયે શાંતિ અને
સંતોષનું ભાણું જમવા માંગુ
ઝાકમઝોળ ક્લબમાં સપોર્ટ શૂઝ પહેરીને વૉક નહી
મારી ધરતીની ધૂળની ઠંડક ખુલ્લા પગે માણવા માંગુ
બિઝનેસ ડીલ માટે થતી પાર્ટીઝ અને ફંકશન તો બહુ જોયા
પણ એક ઘરનો પ્રસંગ સાચવવો જાણે
આખા ગામની જવાબદારી, એ 'જોડાણ' જીવવા માંગુ
શહેરની મધ્યમાં અત્યાધુનિક સગવડો સભર
બહુમાળી લકઝરીયસ મોટા મકાન નહી
લીંપણ અને છાપરાના બનેલ ઘરોનો સમૂહ જયાં
માણસ ના મન મોટા છે એ ગામડું શહેરમાં લાવવા માંગુ
