ઘાયલ
ઘાયલ
તારી નશીલી આંખો ઘાયલ કરી ગઈ મને,
મનને ફૂટી કેવી પાંખો ઘાયલ કરી ગઈ મને.
અંતરના ઉંબરે હતી પ્રતિક્ષા તમારી સદા,
આગમન એવાં રાખો ઘાયલ કરી ગઈ મને.
ઉરને મળ્યું મનભાવન સ્થાન લીધું જમાવી,
મિષ્ટ ફળ ધૈર્યનાં ચાખો ઘાયલ કરી ગઈ મને.
થઈ અનુભૂતિ સર્વસ્વ હરાયાંની મિલનમાં,
સમર્પિત આખ્ખે આખો ઘાયલ કરી ગઈ મને.
સુમધુર રણકાર ઘંટડી સમો ઉચ્ચારી રહ્યાંને,
ન મળે શોધતાં લાખો ઘાયલ કરી ગઈ મને.

