ગામનાં મંદિરે
ગામનાં મંદિરે
ઈશ્વરપ્રેમી સૌ ભેળાં થાય ગામનાં મંદિરે,
પરમશાંતિ પરિસરે જણાય ગામનાં મંદિરે,
પાષાણપ્રતિમા પરમેશની મૂક બનીને બેઠી,
પ્રત્યેકની ફરિયાદ સંભળાય ગામનાં મંદિરે,
ઘંટારવને આરતી, સ્તુતિ પૂજાપાઠ દેખાય,
દર્શનાર્થીમાં સ્વજન પરખાય ગામનાં મંદિરે,
સૂરસંગીતના પ્રાર્થનાકાજે પરિસરે રેલાય,
રખેને પ્રભુ મંદમંદ મુસકાય ગામનાં મંદિરે,
ક્ષમાયાચનાને મનચાહ્યું માનવી થકી મંગાય,
માનતા સહજતાથી થઈ જાય ગામનાં મંદિરે.
