STORYMIRROR

Neha Desai

Inspirational

4  

Neha Desai

Inspirational

એવું નવું વરસ આપજે

એવું નવું વરસ આપજે

1 min
388

સાંધીએ જ્યાં બાર, ત્યાં તુટે તેર,

સાંધવાને મન, મક્કમ મનોબળ આપજે,

હે પ્રભુ સૌને, એવું નવું વરસ આપજે !


ઉંમર વધે, ઘટે છો વરસ,

જીવવાને અખૂટ, ધીરજ આપજે,

હે પ્રભુ સૌને, એવું નવું વરસ આપજે !


નિરાશ મન, જ્યારે ઊંડી ગર્તામાં ડુબે,

ઉત્સાહથી છલોછલ, ક્ષણ એક આપજે,

હે પ્રભુ સૌને, એવું નવું વરસ આપજે !


અસફળતા જીવનમાં જ્યારે, પીછો ન છોડે,

સફળતાની સીડી, એક ટુંકી પણ આપજે,

હે પ્રભુ સૌને, એવું નવું વરસ આપજે !


રિસાયેલાઓ જ્યારે, મૌન સાધી લે,

કુનેહથી મનાવવાની, તરકીબ આપજે,

હે પ્રભુ સૌને, એવું નવું વરસ આપજે !


નફરત ‘ને ઈર્ષા જ્યારે, જીવનમાં માઝા મુકે,

“ચાહત”ની શીતળ, લહર એક આપજે,

હે પ્રભુ સૌને, એવું નવું વરસ આપજે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational