STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

એટલે બસ

એટલે બસ

1 min
360

"માનવ છું" એટલું યાદ રહે એટલે બસ,

પછી ના કશીએ ફરિયાદ રહે એટલે બસ.


પ્રત્યેકમાં પરમેશ પરખાય પ્રથમ પ્રેક્ષ્યમાં,

સ્મરણે હરિને મારો સાદ રહે એટલે બસ.


શ્વાસની સરગમે વસી જા વિભુ વ્યાપક,

પરમેશનું વિસ્મરણ બાદ રહે એટલે બસ.


માનવતા બની જાય પ્રથમ સોપાન ધર્મનું,

પ્રત્યેક સાદને હરિની દાદ રહે એટલે બસ.


ટળી જાય સઘળા વાદવિવાદ પરસ્પરના,

પછી ઉચ્ચારે પ્રભુ સંવાદ રહે એટલે બસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational