એક વિધુરની વ્યથા
એક વિધુરની વ્યથા
અરે ઑ શૂન્યના સર્જક, શાને મને સરજી
અવની ભારે કીધી,
અર્પિ દેહ મનુષ્યનો,
નવાઇ કાંઇ ન કીધી,
ન સત્કર્મ કોઇ કીધા,
પામી એક દેહ માનવનો,
આવી વસ્યું આંખોમાં,
જીવનમાં પ્રેમનું પુષ્પ ખીલ્યું,
જીવન મારૂ મહેકી ઉઠ્યું,
લાવી જીવનમાં રંગ નવો,
મધ દરિયે ડૂબી નાવ,
થયો મરણતોલ ઘા એવો,
જીવન મુશ્કેલ કરતો ગયો,
લોક કહે છે, જીવો છો શું કામ?
સગા કહો છે મરતા કેમ નથી?
જીવવાની નથી કોઇ મરજી,
મરવાને નથી કોઇ ઉતાવળ,
સારૂ જીવન રડતો રહ્યો,
બોલો છે તેની દવા કોઇ ?
પ્યારના પ્યાલા પીને ગુમાવ્યો,
મેં જીંદગીનો ગમ,
મે તો મંઝિલ શોધી ‘તી,
પણ કિસ્મત મારી રૂઠી થી,
રાહ સદાનો ચૂકી ગયો,ઉફ,
ઠેસ વાગી દિલ તૂટી ગયું !
હવે તો તારા દુ:ખે ભર્યું છે દિલ,
તેનાથી જીવન જીવતા શીખી લીધું.
