STORYMIRROR

Umakant Mehta

4  

Umakant Mehta

કહું છું જીવનને પાછું વળી જા

કહું છું જીવનને પાછું વળી જા

1 min
26.2K


કહું છું જીવનને કે પાછું વળી જા

કે મૃત્યુનો મુકામ મારો આવી ગયો છે.

જીવનને ન ગમતું મૃત્યુનું આગમન

પણ મલાજો તેનો જાળવી તો જા.

...કહું છું જીવનને.


સંસારના ભોગ માણવા અધુરા રહ્યા છે,

મન તારું આગમન ભુલાવી રહ્યું છે.

મનની સ્થિતિ હમેશાં તૃષ્ણા રહી છે,

હજી કાલે જ મેં લાખોના સોદા કર્યા છે.

...કહું છું જીવનને.


કહું છું મૃત્યુને હજુ થોડું થોભી તો જા

વલણ તેના ચુકવવા બાકી રહ્યા છે,

ફરી પાછા મળશું આગલા જનમમાં

હમણાં તો ભઈ સંસાર ભોગવવા તો દે!

...કહું છું જીવનને.


પુનરપિ જન્મનો હક છે હજી મારો

અમર હતો ને અમર રહ્યો છું, આત્મા.

...કહું છું જીવનન.


Rate this content
Log in