એક વાર ખેડૂત બની તો જુઓ
એક વાર ખેડૂત બની તો જુઓ
એક વાર ખેડૂત બની તો જુઓ
સમગ્ર દુનિયાને અન્ન પકવી તો જૂઓ
એક વાર ખેતર જઈ તો જુઓ
ખેતરમાં કામ કરી તો જુઓ
એક વાર પાવડો હાથમાં લઇ તોં જુઓ
ચાલુ પાણીમાં નાકા વાળી તો જુઓ
એક વાર ઉનાળામાં ખેતરમાં ઉભા રહી તોં જુઓ
ભરબપોરે કપાસ વીણી તો જુઓ
એક વાર પાકમાં દવા છાટી તો જુઓ
ભર ચોમાસે ખેતરના પાળાને સાચવી તો જુઓ
એક વાર ખેતરમાં પાકને લણી તો જુઓ
ભર શિયાળે જીરુંને વાઢી તો જુઓ
એક વાર ખેતરમાં મહેનત કરી તો જુઓ
મહેનતનું મોતી અન્ન ઘરે લાવી તો જુઓ
