STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

એક થઈએ.

એક થઈએ.

1 min
28.2K


મિત્રતાને હાથમાં લંબાવો એક થઈએ,

અવસર નહીં મળે આવો એક થઈએ.


મતભેદને દઈએ દફનાવીને સાથે રહીએ,

ક્યાં ક્યાં પડ્યા જુદા ભૂલાવો એક થઈએ.


આખરે માનવ આપણે મનુનાં જ સંતાનો,

માનવતાની વાતમાં તો ફાવો એક થઈએ.


બહુતંત હોય બળવંત યાદ રાખીએ સહુ,

ષડરિપુને સ્હેજે પરખી હંફાવો એક થઈએ.


એકતાના બળને અને મેઘના જળને સ્મરીએ,

માનવતામાં પડ્યા ઘાવો રુઝાવો એક થઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational