એક મઝા છે
એક મઝા છે


કુટુંબમાં દરેકની સાથે,
હળીમળીને રહેવાની એક મઝા છે,
ક્યારેક થતાં મતભેદ,
થોડુંઘણું વળી સહેવાની એક મઝા છે.
સંપ, સલાહ, સહકારથી,
દીપી ઊઠે છે ઘર આપણું વખતે,
ક્યારેક જાણ્યા છતાં,
અજાણ્યા જેમ થવાની એક મઝા છે.
મુસીબતની થાય છે,
વહેંચણી સંયુક્ત કુટુંબમાં સંજોગોથી,
ક્યારેક ગળી જઈ વાતને,
કશું પણ ન કહેવાની એક મઝા છે.
મળી જાય મન એકબીજાનાં,
તો સ્વર્ગ સમાન બની જાયને,
ત્યાગીને ભોગવી જવામાંને,
તટસ્થતા ધરવાની એક મઝા છે.
માતપિતાની બની જાય છે,
છત્રછાયા કુટુંબના શિર ઉપરને,
જોઈ લેવા કરતાં પરસ્પરને,
પામી સમજી લેવાની એક મઝા છે.