એક દિવસ બધાને જવાનું
એક દિવસ બધાને જવાનું
એક દિવસ આવશે ત્યારે,
આ દુનિયા છોડીને જવાનું,
કઈ સાથે નથી લઈ જવાનું,
મારું તારું કેમ કરે ?
તારા અહંકારનો નાશ કર,
જીવનને ધન્ય બનાવ,
ચિત્તના સુવર્ણ સંકલ્પોને,
સિદ્ધ કરવા, આજે જ કર્મ કર,
પાણીની જેમ જેવા સંજોગો,
એવો તારી જાતને આકાર આપ,
શૂન્યમાંથી નાવ સર્જન કરી લે
જગતને ઉપયોગી થઈ જા,
તું તો માનવ જાત,
નવો ઇતિહાસ સર્જી લે,
એક દિવસ જવાનું ઈશ્વર પાસે,
ભાથું તૈયાર કરી લે.