STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

તમે

તમે

1 min
141

બાવળ તો આપમેળે ઉગતા,

આંબા વાવી જજો તમે.

વૈખરી વદનારા લાખો મળતા,

પરા ઉચ્ચારી જજો તમે.


'તડફડ'ની ભાષા બોલનારા,

ઠેરઠેર ઘેરઘેર મળી જતા,

કોઈના ગુનાની સજાને બદલે,

ક્ષમા એને કરી દેજો તમે.


સ્વાર્થ સાધવા સંબંધો બાંધનારા,

સઘળે સાંપડતા સહુ,

નિઃસ્વાર્થ પરહિત કાજે,

જાત ઘસાવી જીવી જજો તમે.


મંદિરને તીર્થધામોમાં પૂજન અર્ચન,

કરનારા હશે ઘણા,

માનવને મંદિર ગણીને,

જનસેવામાં કદી લાગી જજો તમે.


નથી જરુરત કેવળ વ્રત,

જપ કે ઉપવાસ કરવાની ને,

સેવક અન્નપૂર્ણાના થૈ,

જઠરાગ્નિ ભૂખ્યાંનાં ઠારજો તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational