STORYMIRROR

Chetan Gondaliya

Inspirational

4  

Chetan Gondaliya

Inspirational

... મળી જશે !

... મળી જશે !

1 min
190



આંખોને જરા ઠારી જો,

... તૃણ હરિયાળું મળી જશે !


ફણગા કૈં ફૂટી નીકળશે ,

...ભીનોભીનો વાયરો ક્યાંક મળી જશે !


કદી, સિમેન્ટ-વનમાં શોધી જો,

... એકાદ મિટ્ટી-કણ મળી જશે !


નિખાલસ મનને કરી જો,

... શૈશવ રમતું મળી જશે ! 


બીજા-કાજ ફના થવાની દાનતથી,

... મારાં માં'ય મહોત્સવ મળી જશે !


ટૂંકી નજરું વિશાળ કરી જો,

... સઘળે પોતાના મળી જશે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational