STORYMIRROR

Hiten Patel

Inspirational Children

3  

Hiten Patel

Inspirational Children

એ પગલીઓ

એ પગલીઓ

1 min
231

આ તડકો બિચારો, 

થીજેલી રેતના પગતળેથી 

કચડાયેલ માંડ ભાગી છૂટતો;

એટલે-

બા અંધારાના ટુકડાને ઝાલીને 

ટહુકા પાડતી, 


એ શબ્દો તો-

લોચન મીંચતા ઝાડની ડાળે 

વિસામો લેતા લેતા કાને અથડાતા !


થડક થડક હૈયે, 

તાળવે ચોંટેલા શ્વાસે, 

ને જાણે નિંદ્રાભંગ પગે, 

ઊભા થોરીયાઓની વચ્ચે દોડતા જીવ !


ત્યારે એ 

રેતના કોચલામાં છૂપાયેલી 

પગલીઓ -

કાળી રજનીએ 

છાનું છાનું રડી લેતી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational