STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

દુનિયા

દુનિયા

1 min
348

જરુર પડતાં સૌને સંભારે દુનિયા,

દુઃખમાં કદી ન રહેતી હારે દુનિયા,


સંબંધો સઘળા સ્વાર્થના તકલાદી, 

ગરજ પડતાં તમને પોકારે દુનિયા,


રાખી મીઠી જબાન પ્રશંસા કરતી,

સ્વાર્થ સધાતાં કદી ન વિચારે દુનિયા,


સંબંધ સારા તો તમે પણ છો સારા,

બગડતાં સંબંધો એ ધિક્કારે દુનિયા,


મતલબી માનસ તાસીર છે જગની,

કામ થૈ જતાં શું મારે ને તારે ? દુનિયા ! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational