STORYMIRROR

Harshida Dipak

Inspirational Others

3  

Harshida Dipak

Inspirational Others

દરિયામાં તોફાન

દરિયામાં તોફાન

1 min
26.9K


હવાના હલેસે જીવન નાવ રાખું

સવારી સૂરજની ને અજવાળું આખું


ગૂંથી ભીતરે ઝંખનાઓની ચાદર

નયનમાં છતાં કેમ દેખાય ઝાંખુ ?


સમયનાં બધા પંખીઓ સાદ કરતાં

મને જે મળે છે એ ટહુકાઓ ચાખું


વળતો પવન છે ને વળતી દિશાઓ

ચલો આજ દરિયામાં તોફાન નાખું


ફુલોનાં બગીચે બસ તારી જ વાતો

ઉડાઉડ કરતી ઉગે શબ્દ - પાંખુ


વહીને હું આવી છું નિર્મળ કિનારે

ભરીને ભીતરમાં હરિ દ્વાર વાખું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational