STORYMIRROR

Dr.Riddhi Mehta

Classics

3  

Dr.Riddhi Mehta

Classics

દોસ્તીની યારી

દોસ્તીની યારી

1 min
383

આ દુનિયા છે રંગોની,

એની ચાનક છે અનેરી.


મીઠી પળોની એ અનેરી યાદો,

મજા આવે ત્યારે,

જ્યારે હોય મિત્રોનો જમેલો.


મિત્રોની તો હોય વાતો જ નોખી,

બધાં હોય સાથે ત્યારની,

વાતો જ હોય કંઈ જુદી!!


મારો લંગોટિયા મિત્રોની યાદી,

કદી ન ભુલાય એવી મનમાં છપાણી.


ચાલું લેક્ચરમાં ખવાતાં એ નાસ્તા,

ને હોસ્ટેલમાં ચૂપકેથી,

ખવાતાં મેગીને પાસ્તા.


મિત્રોની યારી ને સામે છે દુનિયાદારી,

દિલની વાતો બેધડક થાય,

એને જ કહેવાય મિત્રોની વફાદારી.


વર્ષો બાદ પણ જ્યારે,

ફરી કોઈ અનાયાસે મળી જાય,

ત્યારે પણ કહેવાઈ જાય,

મિસ યુ યાર એન્ડ અવર ગોલ્ડન ડેઝ !!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics