દોસ્ત
દોસ્ત


વસંતને પાનખર તો આવ્યા,
કરે તું અડગ રહેજે દોસ્ત,
જીવનમાં પ્રલોભનો લલચાવ્યા કરે,
તું અડગ રહેજે દોસ્ત.
ઘટમાળ જ જીવનની એવી,
કે સુખ કરતાં દુઃખ હોય ઝાઝાં,
બની આફતને એ તો ડરાવ્યા કરે,
તું અડગ રહેજે દોસ્ત !
મારી- તારી વાતોને કાને ધરવાથી,
મનોબળ નબળું પડતું,
લોકમાન્યતા કદીએ ફસાવ્યા કરે,
તું અડગ રહેજે દોસ્ત!
ટીકા ટિપ્પણી નથી માપદંડ આપણા,
કર્તવ્ય તણો લેશમાત્ર,
નાની સફળતાને એ વધાવ્યા કરે,
તું અડગ રહેજે દોસ્ત !
સો ટચ વાત સોનાની કે,
તારી પ્રગતિથી નથી રાજી કોઈ,
નાની મોટી ભૂલોને બતાવ્યા કરે,
તું અડગ રહેજે દોસ્ત !