STORYMIRROR

Raksha Shah

Classics Inspirational Others

3  

Raksha Shah

Classics Inspirational Others

દિવાળી કરજો

દિવાળી કરજો

2 mins
14K


ક્ષણને કરી ભેગી, નૂતન શક્તિ સર્જી લેજો,

ને કલેશ-દ્વેષ કાઢી દિલની દિવાળી કરજો.

વીત્યાં અનેક વર્ષો, નૈરાશ્યથી ભરેલા 

આશા દીપક જલાવી નૈરાશ્ય બાળી દેજો.

શત્રુ અનેક સર્જયા, ખુદના ધમંડમાંથી 

મતભેદને મનદુખને સાફ સૂથરો કરી લેજો 

નહીં રડવું, નહીં ડરવું, નવ જીવનની રંગોળી 

દુર્ગુણને આગ ચાંપી સુરસુરીયું કરી લેજો 

માનવતાનું લઈ તોરણ ને શ્રદ્ધાની કંડીલ 

મિષ્ટાનથી પણ મધુર સંબંધ બનાવી લેજો 

જાગોને ધ્યેય જાણી, કૂચને શરૂ કરી દો કવિતા, કંડીલ

ઉત્સાહના અજવાસે, દિવાળી ઉજવી લો.

    

.


Rate this content
Log in

More gujarati poem from Raksha Shah

Similar gujarati poem from Classics