દીપે છે જીવન
દીપે છે જીવન


ન્યાય,નીતિ અને ધર્મના,
આચરણથી દીપે છે જીવન.
પરાવાણી હરવખ્ત મુખે ઉચ્ચારવાથી,
દીપે છે જીવન.
ઈશ્વરની અખૂટ કરુણા કે,
માનવદેહ મળ્યો છે આપણે,
એનો એ અનુગ્રહ ધ્યાનમાં,
રાખવાથી દીપે છે જીવન.
ધર્મ થકીજ જુદા પડીએ છીએ,
આપણે પશુ કરતાંને,
સદાચાર જીવનમાં હંમેશાં,
કેળવવાથી દીપે છે જીવન.
કર્તવ્ય માનવ જીવનનું,
કૈંક કરી છૂટીએ પરોપકારથી,
વર્તનમાંથી દુરાચારને સદાય,
વિદારવાથી દીપે છે જીવન.
પ્રાર્થીએ પરમેશને પ્રેમથી,
સદવિચાર આપજો પ્રભુ,
જનસેવાને પ્રભુસેવા માનીને,
વર્તવાથી દીપે છે જીવન.