STORYMIRROR

Rekha Patel

Classics Others

4  

Rekha Patel

Classics Others

ધૂંવાધાર

ધૂંવાધાર

1 min
337

ઉમટી પડી કાળી ડિબાંગ ફોજ વાદળોની, 

થાય વીજ લીસોટા ને મેઘ ગર્જના ગગને. 


વીંઝાય સૂસવાટા મારતો પવન તોફાની, 

ડોલાવતો વૃક્ષોની ડાળીઓ ને પાંદડાઓને. 


ધીમી ધારે વાછટ થઈ શરું ને આવી ખૂશ્બુ, 

ધરાની માટી સાથે ભળીને ભીનાશને. 


મોજમાં આવી ખેલ આ મેઘનો જોવા હું નીકળી, 

લઈ છત્રી, ઓઢી મેં તો કોરી રહેવાને. 


ધીંગી ધરાનો આ ધીંગો વરસાદ ક્યાં માને? 

આજ તો વરસી પડ્યો ધૂંવાધાર જુઓને? 


ઘડીમાં તો થઈ ગયું પાણી પાણી સર્વત્ર, 

તરબતર બની આ તરસી ધરા જુઓને? 


પણ, આ શું? ક્યાં ગયાં એ વાદળો કાળાં? 

કેવી રમે સંતાકૂકડી આ સૂરજ જુઓને? 


ભીંનાશની આરપાર, નીકળ્યાં પાર પામવા, 

કિરણોની સોગાત આવી રમાડવા ધરતીને. 


"સખી" ખેલ આ કુદરત તણો કેવો અદ્ભૂત છે ? 

કયાંક તડકો છે ને ક્યાંક છાંયો છે જુઓને ? 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics