ધન્ય ધરા આ ગુજરાતની..
ધન્ય ધરા આ ગુજરાતની..
ધન્ય ધરા આ ગુજરાતની,
ધન્ય બન્યું આ ગુજરાત મારું,
નર રત્નોનાં અવતારથી,
ધન્ય બન્યું આ ગુજરાત મારું,
અહિંસાનાં પથદર્શકથી,
ધન્ય બન્યું આ ગુજરાત મારું,
એકતાનાં આદર્શ સરદારથી,
ધન્ય બન્યું આ ગુજરાત મારું,
રવિશંકરની મૂક સેવાથી,
મહેંકી ઉઠ્યું આ ગુજરાત મારું,
ઠક્કરબાપાની સેવાભાવનાથી,
મહેંકી ઉઠ્યું આ ગુજરાત મારું,
દયાનંદની વેદ સેવાથી,
આત્મસાત બન્યું આ ગુજરાત મારું,
જલારામ બાપાની રંક સેવાથી,
આત્મસાત બન્યું આ ગુજરાત મારું,
પ્રેમાનંદનાં આખ્યાન રસથી,
ભક્તિમય બન્યું આ ગુજરાત મારું,
નરસિંહના
પ્રભાતિયાં ગાનથી,
ભક્તિમય બન્યું આ ગુજરાત મારું,
અખાની જ્ઞાનવાણીથી,
જ્ઞાનમય બન્યું આ ગુજરાત મારું,
ગૌરીશંકર ભાવવહી વાર્તાથી,
જ્ઞાનમય બન્યું આ ગુજરાત મારું,
સયાજીરાવની કુશળતાથી,
ભવ્ય બન્યું આ ગુજરાત મારું,
ભગતસિંહની ઉદારતાથી,
ભવ્ય બન્યું આ ગુજરાત મારું,
લોકમાતા નર્મદા નદીના નીરથી,
ગતિશીલ બન્યું આ ગુજરાત મારું,
સૂર્યમંદિરના તેજોમય કિરણથી,
ગતિશીલ બન્યું આ ગુજરાત મારું,
ઉમાશંકરના વિશ્વમાનવીના નાદથી,
સાકાર બન્યું આ ગુજરાત મારું,
વસુધૈવ કુટુમ્બકમનાં મંત્રથી,
ધન્ય બન્યું આ ગુજરાત મારું.