STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

ધીરજ વિના

ધીરજ વિના

1 min
271

સફળતા ક્યારેય નથી મળતી ધીરજ વિના,

અહલ્યા ક્યારેય નથી પ્રગટતી ધીરજ વિના.


ધરી ધીરજને પુરુષાર્થ કરવાનો અધિકાર છે,

આશાઓ ક્યારેય નથી ફળતી ધીરજ વિના.


અંતરાયો છોને આવતા માર્ગને અવરોધતા,

મુસીબતો ક્યારેય નથી ટળતી ધીરજ વિના.


ઉતાવળા બની બહાવરા કામ બગાડનારા,

'વાહવાહી' કદી ન સંભળાતી ધીરજ વિના.


છે આભૂષણ કર્મપથને સંવારી શોભાવતું,

આફતો ક્યારેય નથી છૂટતી ધીરજ વિના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational