દેજો
દેજો
ભીતર ચૂલા ઠારી દેજો
મેલા મનને મારી દેજો,
માતા રાજી રે'શે કાયમ
ભૂખ્યાં ઘરને ઘારી દેજો,
માનવતા ના મરવા દેતાં
તરસ્યાંને ઝળજારી દેજો,
મોઢે મીઠપ કેવી શોભે
વાણી એવી સારી દેજો,
કોરોના શું કરવાનો છે ?
હૈયે ધરપત ભારી દેજો,
આંગણ કોઈ આવે તારા
જઠરાગ્નિ એનો ઠારી દેજો,
'પાર્થ' પ્રકાશી આભા સાથે
જીવતરને શણગારી દેજો.
