STORYMIRROR

Hemangi Bhogayata

Inspirational Others

4  

Hemangi Bhogayata

Inspirational Others

દેડકી બોલી

દેડકી બોલી

1 min
288

દેડકી બોલી જોઈ દેડકાના હાથમાં દારૂ,

કે શું છે આ બલા જે જોઈને ભૂલો છો વહુ-વારુ ?


બોલ્યો દેડકો કે તને નહિ આ માયા સમજાય,

મારા માટે તો આખી દુનિયા આમાં સમાઈ જાય.


જોઈ લઉં જ્યારે હું એકવાર આ ભરેલી બોટલ,

ભૂલું હું જવાનું બધા ક્લબ, રિસોર્ટ ને હોટલ.


દુનિયાભરની ચિંતાનો ઈલાજ આમાં સમાય,

જોઈ એને મારુ મન સઘળો સંસાર ભૂલી જાય.


એક નહિ પણ લાખ અકાશગંગાની આ સફર,

બેઇલાજ બાબતોનો આ ઈલાજ અફર.


દેડકી બોલી નથી સમજાતી આ તે કેવી માયા,

બદલી નાખે આ વેશને પલટાવી નાખે કાયા.


આ બોટલ ભૂલાવે છે સૌ સાથેનું સગપણ,

બલા છે આ ભૂલાવે છે કોણ છું હું પણ.


આ પીધા પછીનો ઈલાજ ન કરી શકે કોઈ વૈદ્ય,

ન ઉતરે એનો નશો કરો ગમે તો માનતા કે નેવૈદ્ય.


આકાશગંગાની નહિ ગટરોની કરો છો સફર,

મૂકી દો આ, ઈલાજ નહિ કરી શકે કોઈ પણ ડૉક્ટર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational