STORYMIRROR

kusum kundaria

Inspirational

3  

kusum kundaria

Inspirational

'ડર'

'ડર'

1 min
437

મુશ્કેલીઓથી કદી ના ડર તું માનવ,

હિંમત રાખી હર ડગ ભર તું માનવ,


નિષ્ઠાથી સઘળાં કર્મ તારા નિભાવી લે,

કાલની ફિકર કદીયે ન કર તું માનવ,


હર કદમ પર થશે અગ્નિપરીક્ષા અહીં,

જોશ હૈયામાં રાખીને ફર તું માનવ,


જવાબદારીના બોજથી ના હાર કદી,

સઘળી જંજાળથી થા પર તું માનવ,


મરજીવો જ પામી શકે સાચા મોતીને,

પામી લે જીવનનો સાર પછી મર તું માનવ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational