ડગલાં ભર મુસાફર
ડગલાં ભર મુસાફર
સન્મુખ ઊભો છે રસ્તો તું ડગલાં ભર મુસાફર,
જુએ એ વાટ અમસ્તો તું ડગલાં ભર મુસાફર.
લીલાંછમ વૃક્ષો મારગમાં તને સત્કારતાં ઝૂલતાં,
કર શરુ તું હસતો હસતો તું ડગલાં ભર મુસાફર.
ઊંચે ભૂરું આભ ઉન્નત જાણે છત્ર ધરીને રક્ષે,
હમસફર પંથમાં મળતો તું ડગલાં ભર મુસાફર.
મખમલી વાદળી પણ કોમળ થઈને કુસુમવત્,
વિટંબણાઓથી ના ડરતો તું ડગલાં ભર મુસાફર.
માઈલસ્ટોન પણ મંઝિલની ભાળ આપી રહ્યો,
પ્રકૃતિને જા તું નીરખતો તું ડગલાં ભર મુસાફર.