ચંદ્રનો મહિમા
ચંદ્રનો મહિમા
શશી છે આજે સોળે કળાએ ખીલેલો,
આજે છે તારાના ટમટમની વચમાં,
અને લાગે છે જાણે બાળકો માતાની વચમાં,
મને એવું લાગે છે કે ચંદ્ર કરે છે વાતો,
ચંદ્ર વાતો તો ન પણ કરે દેશ ઉજાગર,
શશીને જોઈ બધા ભૂલી જાય સ્વર્ગની અપ્સરા,
ઉર્વશીના રૂપને પણ પાડે છે ચંદ્ર ઝાંખુ,
ચંદ્ર તો નથી આથમતો કે ઊગતો,
એ સૂર્યના પ્રકાશથી પડે છે માત્ર ઝાંખો,
એ તો રાત ને દિવસ કરે જાણે ચોકીદારી,
જુએ આખું વિશ્વ એ ચંદ્રને,
અને જોઈ ચંદ્રને થાય છે આનંદ.
