STORYMIRROR

Manishaben Jadav

Inspirational Others

4  

Manishaben Jadav

Inspirational Others

ચાંદની રે લોલ

ચાંદની રે લોલ

1 min
392

મળી જાય પિયુનો સાથ સુમધુર

બની જાય ગોઠડી એ સુખરૂપ

પૂનમના ચાંદ જેવી મળે ચાંદની રે લોલ !


સોનેરી રાતમાં હોય એ સંગાથ

ખુશીની લ્હેરમાં હોય સાથ સાથ

પૂનમના ચાંદ જેવી મળે ચાંદની રે લોલ !


તારા અને ચાંદાની સાથ એ વાત

કરે દૂર જીવનના હર એક દુઃખ એ રાત 

પૂનમના ચાંદ જેવી મળે ચાંદની રે લોલ !


મનગમતી વ્યક્તિ છે સાથમાં

ખુશી હજાર આજ આંખમાં

પૂનમના ચાંદ જેવી મળે ચાંદની રે લોલ !


મળે સંબંધોની મીઠી વાણી

ખીલી ઉઠે એ સંબંધોની સરવાણી

પૂનમના ચાંદ જેવી મળે ચાંદની રે લોલ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational