ચાલ લાગણી વરસાવીએ
ચાલ લાગણી વરસાવીએ
ચાલ લાગણી વરસાવીએ
વરસાદમાં પલળતાં જઈએ,
ઝરમર ઝરમર વરસાદ સાથે
પ્રેમની વાતો કરતાં જઈએ,
વરસાદનાં ટીપાંઓની સાથે
લાગણીમાં ભીંજાતાં જઈએ,
ચ્હાની ગરમ ચુસ્કીઓ સાથે
મીઠી વાતો કરતાં જઈએ,
મેઘધનુષના રંગોની સાથે
પ્રેમનાં રંગે રંગાતા જઈએ.

