ચાખી ચાખીને
ચાખી ચાખીને


ચાખી ચાખીને શબ્દોને તું બોલ.
પછી તું જ કરી જોને તારો તોલ.
શબ્દ સ્વરુપ છે પરબ્રહ્મનું નાદ,
કહું છું પાડીને વાતનો સહુ ફોલ.
શબ્દ સત્ય પ્રકાશતા ઈશ બની,
પરાવાણીના ના થઈ શકતા મોલ.
વસે વાણીમાં વીણાવાદિની વળી,
શબ્દો બની જતા કદી અણમોલ.
ઉરની ઓષ્ઠે આવીને ઊભરાતી,
શબ્દો થકી તું તારા અંતરને ખોલ.
વગર વિચાર્યે વાણીવિલાસ વસમો,
સંભળાતા જાણે કે વાગતો ઢોલ.