બતાવ
બતાવ


મારા ખાલીપામાં રંગ ભરી બતાવ.
જીવન જીવવાનો ઢંગ ફરી બતાવ.
જિંદગી છે બદલાતા મિજાજ જેવી,
કોઈ ગુણીજનનો સંગ કરી બતાવ.
આંટીઘૂંટી છે અગણિત એમાં વળી,
જીવતરનો એવો જંગ લડી બતાવ.
નથી તું પામર, માણસ છો પૂરતું જ,
કર્મો થકી તું મર્યા પછી જીવી બતાવ.
અરસપરસની છે વાત આપણી હવે
ખોટાં કર્મોથી તારાં તું થરથરી બતાવ.