Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

બિન્દાસ, બેફિકર બની જીવી લે

બિન્દાસ, બેફિકર બની જીવી લે

1 min
4


કાલની કોને ખબર, આજની ક્ષણોમાં જીવી લે,

મળી છે આવી સુંદર જિંદગી, તો બિંદાસ જીવી લે,


ક્યારેક બેફામ ક્યારેક બેફિકર બનીને તું જીવી લે,

આકાશી બુંદોને હાથમાં લઈ ચૂમી લે,


મોર સાથે પણ થોડું નૃત્ય કરી લે,

ક્યારેક આંબા ડાળ તો ક્યારેક સરોવરની પાળ રખડી લે,


કામકાજને કોરાણે મૂકી,

ઈશ્વરનું શરણું પકડી લે,


અલ્લડ થઈ ઝરણાની જેમ જીવી લે,

મળે જે ભાગ્યથી એ સ્વીકારી લે,


વારંવાર નથી મળતો આ અવતાર,

બસ ફૂલોની સાથે થોડું ઝૂમી લે,


આ પવન સાથે મસ્તી કરી લે,

ફૂલોની સાથે દોસ્તી કરી લે,


થોડી મનમાની કરી લે,

જીદ તારી પૂરી કરી લે,


ગમતાનો કરી ગુલાલ.

તારી જિંદગી જમાલ બનાવી લે,


બસ મોજથી ધમાલ કરી લે,

હવામાં ગુલાલ ઉડાડી લે,


કોઈ સુંદરીનો ગાલ રંગી દે,

પ્રેમમાં તું કમાલ કરી લે,


પછી આવી શકે તારી પાસે એવી દુઃખની ક્યાં છે મજાલ !

બસ સળગાવી રાખ તું આશાની મશાલ,


મળી છે જિંદગી તો મોજ કરી લે,

એક દિ નહીં, રોજ રોજ કરી લે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational