STORYMIRROR

Kalpesh Patel

Inspirational

4  

Kalpesh Patel

Inspirational

બીજું અમૃત બિંદુ

બીજું અમૃત બિંદુ

1 min
405

'કોરોના' કો 'રોના' ?

હું તો થોડું હસીશ......જ.

હોઠ ઉપર મુસકાન લાવી,

હૃદયએ લાગેલા ખંભાતી ખોલીશ.

હું તો થોડું હસીશ....જ.


નથી કોઈ સલાહ આપવી,

નથી કરાવવી 'યાદ' 'તે' 'ફરિયાદ'ની

આવ આજે ગજ બે દૂર બેસી

પળ બે પળ શ્વાસ, હાળે શ્વસીએ

હું તો થોડું હસીશ.....જ.


કોરોનાને 'નાનો' કરવામાં,

નથી લાગવાનો મને કોઈ થાક.

માસ્ક સેનિટાઈઝર છે હવે સૌ હાથ,

કોરોનાની નથી રહેવાની હવે ખેર.

હું તો થોડું હસીશ.....જ.


ખોયું છે તે પાછું મળશે,

નથી તેનો રંજ છોડીશ.

આવશે તેને સ્વીકારી,

નિયતિ ને ધાર્યું કરવા દઈશ

હું તો થોડું હસીશ.....જ


જોડી વેક્સિનને સથવારે, નથી કોરોનાનો કોળિયો થવું,

રસી લઈશ અને લેવરાવીશ.

કોરોનાની 'નાભી'ને સમજી લેજો લાગ્યું છે 'રામબાણ',

નથી થવા દેવા એને, કાળ કોઈનો.

હું તો થોડું હસીશ....જ.


લગાવી મલમપટ્ટો સમય કેરો,

વિયોગ સ્વજનના જીરવી,

નિયતિને ધાર્યું કરવા દઈ,

બ્હાવરા બનવું છોડીશ. 

પણ હું તો થોડું હસીશ....જ.


આવ ને આજે થોડુંક હસી લઈએ...


* પ્રવર્તમાન સંજોગોમાં, સરકારી તંત્રની ફરિયાદ કરવી મૂકી, ઘવાયેલી લાગણીને પખાળી કે મનની ડેલીની સાંકળ ખખડાવી ચહેરા ઉપર મુસ્કાન રેલાવવું, તેના જેવુ સુંદર કામ કોઈ નથી. દુ:ખના ઓસડ દહાડા, કપરા સમયે પ્રેમ અને કરુણા માનવ જીવનને ટકાવી રાખે છે. સકારાત્મ્ક અભિગમની બીજા પાસે આશા ન રાખતા ..હાલના સંજોગોમાં પોતેજ પોતાની આત્મજ્યોત પ્રગટાવવી રહી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational