STORYMIRROR

Kalpesh Patel

Romance

4  

Kalpesh Patel

Romance

ભટકી નહીં

ભટકી નહીં

1 min
756

ટાપટીપથી બદલાવ્યો પણ બદલાઈ નહીં,

કરચલી ચહેરાની કોઈ ઉકેલાઈ નહીં,


ગીરવે મૂક્યું હસવું છોડાવાયું નહીં,

છતે હોઠે હર્ષથી મલકાયું નહીં,


અભરખા સુમાર મનના કહેવાય નહીં,

રોશનીમાં દિલના અંધકાર ઉલેચાય નહીં,


લાગણીના કણા સખણા રહ્યાં નહીં,

પ્રેમાન્ધ આંખયુંએ વહેતા અટકયા નહીં,


સ્પંદન તેમને અમે સમજાવ્યા નહીં,

સંવેદનો અમારા તેમણે સમજ્યા નહીં,


દલ’ડાની પ્રીત કદી અટકી નહીં,

સુરતાથી સજની આજ’દી ભટકી નહીં.

 

શબ્દ સૂચિ :- ( સુમાર – અંદાજ ) (સુરતા – મધુર યાદો )


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance