STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

ભરોસો

ભરોસો

1 min
175

એક ભરોસો ભગવંત મને તારો,

ભવસાગરે બતાવજે તું કિનારો,


તારા કાજે સર્વસ્વ તજીને આવું,

નિશિવાસર મારે હો તારો પનારો,


દેજે મનુજ અવતાર મુજને સદા,

રહેતો નામસ્મરણનો હરિ સહારો,


માનવમાત્રમાં હું તુજને નિહાળું,

પ્રતિચહેરે ભાળું તારો અણસારો,


છે મુલાકાત એક દિન અવશ્યને,

ધરીને આવજે રામરૂપ તું હજારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational