STORYMIRROR

Vipul Borisa

Inspirational

3  

Vipul Borisa

Inspirational

ભાઈ

ભાઈ

1 min
1.0K

હા,એ મારો ભાઈ છે.

મિત્રતાનો જે સાચા અર્થમાં પર્યાય છે.

હા,એ મારો ભાઈ છે.


બાળપણનું ભોળપણ,

જવાનીની મસ્તી જેનામાં સચવાઈ છે.

હા,એ મારો ભાઈ છે.


સમય ઘણો બદલાયો પણ,

લાગણીઓ જેની સાથે હજુય અકબંધ જળવાઈ છે.

હા,એ મારો ભાઈ છે.


એનો ને મારો સંબંધ જાણે,

મોતીઓની માળા એકમેકમાં પરોવાઈ છે.

હા,એ મારો ભાઈ છે.


કશુ વિશેષ હવે કહેવું નથી,

કુદરતે ઈશ્વર પાસેથી મને જે અમુલ્ય ભેટ અપાઈ છે.

હા,એ મારો ભાઈ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational