STORYMIRROR

Deviben Vyas

Classics

4  

Deviben Vyas

Classics

બચપણ

બચપણ

1 min
269

બચપણ ઝૂંટાવી દે બાળ મજૂરી,

યૌવન મુરઝાવી દે બાળ મજૂરી,


વેઠ કરાવી પેટ ભરે છે એનું,

સપના ફંટાવી દે બાળ મજૂરી,


ના અક્ષરજ્ઞાન સુલભ, ના બાળ રમત,

શિક્ષણ અભડાવી દે બાળ મજૂરી,


યૌવન ખાંસે, પીઠ નમાવી કાયે,

ખાલીપો વાવી દે બાળ મજૂરી,


ના પોષણક્ષમ આહાર મળે ખાવા,

એંઠું સરકાવી દે બાળ મજૂરી,


ના ઘરબાર મળે, જ્યાં ત્યાં વીતે શ્વાસ,

રોગો પરખાવી દે બાળ મજૂરી,


કીડાં સમ ખદબદતું જીવન વીતે,

જીવન ભરખાવી દે,બાળ મજૂરી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics