બચાવો રામ તમે !
બચાવો રામ તમે !


હવે તો આભેથી અમી વરસાવો રામ તમે !
મહામારી કોરોનાથી સૌને બચાવો રામ તમે !
પોકારી ગઈ છે જનતા "ત્રાહિમામ" મહામારીથી,
એને પુનઃ નવજીવન પ્રભુ અપાવો રામ તમે !
રોજરોજ કેટકેટલા બને છે ગ્રાસ એના થકી,
કોરોનાની આયુષ હવે તો ટૂંકાવો રામ તમે !
થઈ રહ્યું છે વિશાળ મંદિર અવધમાં કૃપાથી,
દરશન કરવા તમારાં જીવતા રખાવો રામ તમે !
દૈત્ય સમો એ વાયરસ કૈંકનો છે હત્યારો ને,
પનારો એનાથી અમારો પ્રભુ છોડાવો રામ તમે !